Newsletter-cum-magazine of Oasis Movement YEAR 8  I ISSUE 8  I Apr 16, 2015

Season of Freedom Festival Begins at Oasis Valleys

Learning Joyfully Is Our Right:

Special Camp for Gujarat State Board 2015 students!

Glimpses of first Dream India Camp of Summer 2015. (From left to right, Top Row) Morning exercise to keep fit, In the Star Assembly with Facilitator Praksha Desai & in morning session of 'Robo Car';
(Middle Row) Taking Oath to Enjoy-Learn-Create-Together, Senior sharing his experience with the juniors & Co-facilitator Hiral Patel encouraging girl;
(Bottom Row) Jury members in evening Parliament Session, Teacher with students under the shade of a tree & Bond of unconditional love between facilitator & participant.

31 students from Gujarat who had just finished their board exams participated in the camp which was organized at Oasis Valleys from 27th March to 5th April. The camp was facilitated by Praksha Desai and she was supported by Hiral Patel as co-facilitator and Camp Manager. There were assisted by Lay Naik & Karishma Bhatia- Overall managers & adult volunteer- Ashaben Joshi (Khedbrahma). Farooq Pathan, Hasmita Parmar & Aatmaja (Hiral) Soni volunteered as faculties taking one session each daily and they also assisted with management duties.

બાળકો કૅમ્પમાંથી શું શીખ્યાં તેના કેટલાક પ્રતિભાવોનો અર્ક:

લીડરશિપના ક્લાસમાં અમારા નબળા ગુણો અને સારા ગુણો પર વધારે પ્રભુત્વ મેળવ્યું. પ્રામાણિકતા, સમયપાલન અને જવાબદારીના ગુણોને ઊંડાણપૂર્વક સમજી શકી અને તે ગુણોને સારી રીતે વિકસાવવાના પ્રયત્નો કર્યા. આ પ્રયત્નો જીવનભર ચાલ્યા જ કરશે. તબિયતની કાળજી રાખતાં શીખ્યાં એ મારા માટે ખૂબ મહત્ત્વની બાબત રહી. જે પણ કરો એ સમજીને, વિચારીને સારામાં સારી રીતે કરો એ શીખી છું. (1) I can be destroyed but I cannot be defeated, (2) My life is my responsibility - આ બે વાક્યોએ મારું જીવન બદલી નાખ્યું છે. ~ અશ્વિની પટેલ

આ કૅમ્પમાંથી જીવન ઉપયોગી ઘણી બાબતો શીખવા મળી જેમ કે – હંમેશાં પોતાના ધ્યેય પ્રત્યે અડગ રહેવું, પોતાના જીવનમાં સમયનું મહત્ત્વ, આત્મવિશ્વાસ રાખવો, વગેરે. પોતાનામાં દૃઢ વિશ્વાસ રાખવાથી આપણે આપણા જીવનની ઘણી મોટી મુશ્કેલીઓ દૂર કરી શકીએ છીએ. અમે એવું શીખ્યાં કે જીવનમાં જે સપનું જોયું છે, જે બનવાનું વિચાર્યું છે તે પદવી પ્રાપ્ત કરવા માત્ર વિચાર જ નહીં, પરંતુ મહેનતની જરૂર હોય છે. મહેનત એ જ જીવનનું ધ્યેય પ્રાપ્ત કરવા માટેનું મોટામાં મોટું સાધન છે અને તેના કારણે જ આપણને આપણું ધ્યેય પ્રાપ્ત થઈ શકે છે. જીવનમાં મુસીબતો આવે ત્યારે આપણે આપણા જીવનના ધ્યેય પ્રત્યે ધ્યાન આપવું જોઈએ. પીછેહઠ ન કરવી જોઈએ. આ બધી બાબતોમાં મને ઘણી મજા આવી. ~ સલીમા શેખ

હું મારા જીવનમાં સમય બાબતે ક્યારેય ચોક્કસ ન હતી. અહીંથી મને સમયની કિંમત સમજાઈ. હું તેનાથી બહુ ખુશ છું કારણ કે હવે સમયસર પોતાનાં કાર્ય કરીશ અને મારા જીવનમાં હંમેશાં સમયસર રહેવાનો પ્રયત્ન કરીશ. અન્યોને પણ સમયનું મૂલ્ય સમજાવીશ. અમને અહીં જે સ્વતંત્રતા મળી છે તે પણ મને ગમી, કેમ કે આટલી સ્વતંત્રતા અમને માત્ર અહીં જ મળી છે. ~ હિનલ પટેલ

Children validate our belief:
They can solve their problems on their own

Above collage shows glimpses of Children's Parliament; (Top Photo) Jury in action, (Bottom left) Member of management explaining her stand in a case, (Bottom right) Discussion going on during a case hearing.

Children's Parliament, a heart of Dream India Camp, teaches children to be responsible to avail freedom. It also instills sense of Justice and Fairness amongst children. Children solve their problems on their own with such maturity and creativity that even adults are surprised many a time.

અદાલતની વ્યવસ્થા વિશે બાળકો કહે છે:

આપણને કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યવસ્થાની ખામી જણાતી હોય તો તેના પર આપણે કોઈ પણ જાતના ડર વગર બાળકોની અદાલતમાં કેસ કરી શકીએ છીએ. કેસ નાખીશ તો શું થશે? શું નહીં થાય? કેવા સવાલ પૂછશે? - આવા બધા પ્રશ્નોની પરવાહ કર્યા વગર આપણે કેસ કરી શકીએ છીએ. મને પહેલાં સાચું કહેવામાં ડર લાગતો હતો પણ હું શીખી કે આપણે સાચા હોઈએ તો કોઈ પણ જાતના ડર વગર હિંમતથી તેનો સામનો કરવો જોઈએ. ~  મુક્તિ પટેલ

પાર્લામેન્ટ એ ઓએસિસનું (ડ્રીમ ઇન્ડિયા કૅમ્પનું) હૃદય છે. જો એ ન હોત તો બધી વ્યક્તિઓ એકબીજા પર વિશ્વાસ ન રાખી શકે. પાર્લામેન્ટમાં બધાની સમસ્યાઓનું નિવારણ મળે છે, સંતોષ મળે છે. જેનાથી એકબીજા વચ્ચે પ્રેમ વધે છે અને એક અખંડ ભારતનું નિર્માણ કરી શકાય છે. પાર્લામેન્ટ દરમિયાન સમય અને જીવનનું મહત્ત્વ સમજાયું. જ્યારે જીવનમાં એવા સંજોગો ઊભા થાય કે સમયને મહત્ત્વ આપવું કે જીવનને તેનો નિર્ણય કરવો કપરું થઈ જાય ત્યારે જીવનને મહત્ત્વ આપવું એ શીખ્યા. હું જ્યૂરીનો સભ્ય બની મિત્રોને ન્યાય આપવા તત્પર બન્યો તેથી હું ખુશ છું. ~ રવિ તેલુગુ

હું સૌથી વધારે અદાલતને યાદ કરીશ. મને એમાં સજેશન આપવાં બહુ ગમતાં. હું સવારે ઊઠતો ત્યારથી મને અદાલતની ઇન્તેજારી રહેતી. ~ હારુન પઠાણ

Fun filled voluntary learning enthralls children

The collage shows various classes in action.

Learning in Dream India Camp is always fun. Children have plenty of choices and they choose according to their talents. The atmosphere of complete freedom - freedom to choose subject, freedom to choose faculties, freedom to raise their voice if get bored, freedom not to attend class - brings out the best from children. In these classes hidden talents surface and creative sides of Children are brought out.

In this Dream India Camp, children were offered 8 subjects as regular sessions. The subjects and respective teachers were - Leadership Development, Praksha Desai & Hiral Patel; Robo Car, Jigna Thakkar; 'What is Love?', Atmaja(Hiral) Soni; 'Who Am I?', Farooq Pathan; Books My Best Friends, Ambikaben Suthar; Poetry Writing & Learning Computers, Jaimin Thakkar and Dance, Hasmita Parmar.

There were special sessions on Guest-day by invited guests, which were - Organic Farming & Environment (Morning) and Adulteration in Food items (Afternoon) by Darshan Parghi, Creative Cooking (Morning & Afternoon) by Dipti Patel & Kamini Amin, Waste Entrepreneurship (Morning & Afternoon) by Mehul Panchal & Creative Craft Work (Morning & Afternoon) by Hasmita Parmar.

પોતાનાં પ્રિય સેશન વિશે બાળકો કહે છે:

મારો પ્રિય સેશન હતો ‘પ્રેમ એટલે શું?’ મારા અત્યાર સુધીના જીવનમાં હું પ્રેમ વિશે જે જાણતો હતો તે ખોટું પડ્યું અને પ્રેમના સાચા અર્થની ખબર પડી તથા સાચા પ્રેમ અને ખોટા પ્રેમ વચ્ચેનો જે તફાવત છે તે મેં જાણ્યો. આત્મજાદીદીએ જે પણ વાતો કીધી તે મેં મારા જીવન સાથે સાંકળી અને તે બધી જ સાચી પણ પડી. અહીં સેશન દરમ્યાન અંગત પ્રસંગો કહેવાની અને સંભાળવાની ખૂબ મજા આવી. ~ પ્રિન્સ ડોબરિયા

મારો પ્રિય સેશન હતો ‘Who Am I?’. તેમાં મને મારા ધ્યેય વિશે, મારાં નકારાત્મક અને હકારાત્મક પાસાંઓ વિશે શીખવા મળ્યું. મારું ભવિષ્ય કેવું બનાવવું તેના વિશે શીખવા મળ્યું. આ સેશનમાં મને મારામાં કેટલો આત્મવિશ્વાસ છે તેનો અનુભવ થયો. મને મારા સારા ગુણો વિશે જાણવા મળ્યું. ~  ભક્તિ પટેલ

હું જ્યૂરીમાં હતી. નેતૃત્વવિકાસ ક્લાસમાં હું શીખી કે અહીં જ નહીં, પરંતુ આગળ આપણા દેશમાં કેવી રીતે શ્રેષ્ઠ નેતા બની શકાય. સેશન દરમિયાન લીધેલાં વચનો પૂર્ણ કરવામાં મળતી મદદ ગમી. ઉપરાંત હું શીખી કે કોઈ પણ બાબતને એક તરફથી જ જોવાને બદલે બધી બાજુથી જોવી, જાણવી અને સમજવી જોઈએ. ~ કવિતા દેસાઈ

Balance of Physical & Mental Activities

Ensures Energetic participation throughout the day

The photo collages shows various activities to keep children physically fit throughout the day. (Top row, left to right) Mountain jogging at early morning, Morning Aerobics, Toilet cleaning as part of duties in the afternoon. (Bottom row, left to right) Campus visit on first day morning to know campus better, Cleaning the institute as part of duties & Evening Desi Games.

Morning exercises & Evening games are integral part of Dream India Camp to ensure physical fitness of children. As responsible citizens of their dream country at Oasis Valleys for 10 days, they arrange the whole institute, to keep it neat & clean they perform duties for an hour in the evening. To the surprise of most of the adults/parents, children choose Toilet Cleaning voluntarily and happily in Dream India Camp.

Best from children is brought out with Love & Affirmation

(From left to right, Top Row) Group of Facilitator, Teachers and volunteers; Teacher & volunteer from Khedbrahma and Daily affirmation of children in Star Assembly.
(Bottom Row) Showing various performances of children which showcased what they learnt in the camp - (from left to right) A dance performance, Robot Car racing & A drama.

With lots of love & affection teachers share their knowledge with children. Children reciprocate with equal love and respect. Learning is always mutual. In the Talent Show organized on the last evening, it is time to showcase whatever is learnt during the camp.

પોતાના અનુભવ વિશે વાત કરતા શિક્ષકો કહે છે:

અહીંના વાતાવરણે મને ખૂબ જ આનંદ અને શાંતિ આપી. કાર્યકર્તાઓનો સ્નેહાળ સ્વભાવ જોવા મળ્યો. તેઓ ખૂબ જ જવાબદારીપૂર્વક પોતાની ફરજ અદા કરતા હતા. નાની નાની બાબતોની ખૂબ કાળજી રાખતા હતા. બાળકોની અદાલતમાં તટસ્થ રીતે ન્યાય આપવાની પ્રક્રિયા થાય છે તે મને ખૂબ ગમી. ~ અંબિકા સુથાર (ખેડ્બ્રહ્મા)

સૌથી વધારે બાળકોનાં હસીમજાક માણ્યા. તેઓ નિખાલસતાથી વાત રજૂ કરતાં. અહીં બાળકો પોતાની અંદર રહેલી શક્તિઓને બહાર કાઢીને છટાથી બોલી શકે છે. અને દિલ ખોલીને વાત કરી શકે છે. ~ આશા જોષી (ખેડ્બ્રહ્મા)

એક શિક્ષક તરીકે આ કૅમ્પમાં આવ્યો હતો, પણ વિદ્યાર્થી બની આ સ્વતંત્ર બાળકોમાંથી નિખાલસતા અને શીખવાની ઉત્સુકતા શીખીને જાઉં છું. સ્વતંત્રતા અને ખુશીનું જે વાતાવરણ ઊભું થયું તે અદ્ભુત હતું. કારણ કે તેનાથી બાળકો ખૂબ સરસ રીતે ખીલી શક્યાં અને પોતાની અંદર રહેલી અનંત સંભાવનાઓને ઓળખી શક્યાં, જે ભાગ્યે જ કોઈ શાળામાં આટલા ઓછા સમયમાં શીખી શકે. ~ ફારુક પઠાણ (વડોદરા)

શીખવવાનો અનુભવ ઘણો સરસ રહ્યો. બાળકો સાથે કામ કરવાની ઘણી મજા આવી અને બાળકો પાસેથી ઘણું શીખવા મળ્યું. બાળકો મારા પાસેથી કંઈક ને કંઈક શીખતાં રહ્યાં એનો આનંદ અકલ્પિત છે. જીવનમાં કંઈક નવું મેળવ્યું છે તેવી લાગણી અનુભવી છે. ~ જૈમિનભાઈ ઠક્કર (વડોદરા)

બાળકો પાસેથી જે શીખવાનું મળે છે તેવું સુંદર અને અદ્ભુત શીખવાનું ક્યાંય નથી મળતું. બાળકો તરત જ પોતાના રૂઢ ખ્યાલો છોડીને નવા ખ્યાલ/વિચારને અપનાવે છે. તેઓ જે ઝડપે પોતાની અંદર પરિવર્તન લાવી શકે છે તે શીખવા જેવી બાબત છે. આવું પરિવર્તન લાવવામાં મોટેરાઓ કદાચ આખી જીંદગી અથવા વર્ષો વિતાવી દે છે. બાળકો ખૂબ નિર્દોષતાથી બધાને તરત જ પ્રેમ કરતાં શીખી જાય છે. ~ આત્મજા (હિરલ) સોની (વડોદરા)

બાળકોની અદાલતની પ્રક્રિયા દ્વારા બાળકોને પોતાનું પ્રતિબિંબ જોવા મળે છે. તેઓ જાતે નક્કી કરે છે કે શું ખોટું છે અને શું સાચું. આનાથી ઘણી ખોટી આદતો પણ છૂટી જાય છે. બાળકોનો સંપૂર્ણ રીતે વિકાસ થાય છે. બાળકો જ બધા નિર્ણયો લેતાં હોય છે જેનાથી તેઓ જવાબદાર બને છે. જે રીતે બાળકો કેસ હલ કરે છે તે જોઇને તો મને જરાક પણ એવું ના લાગ્યું કે આ લોકો બાળકો છે. ~ જીજ્ઞા ઠક્કર (અમદાવાદ)

આ કૅમ્પ કંઈક અનોખો જ હતો. વ્યવસ્થામાં અમે ઘણાં જૂજ મિત્રો હતાં અને કૅમ્પને કુશળતાથી પાર પાડવાનો હતો. આ કૅમ્પમાં સૌથી વધારે આત્મવિશ્વાસ વધ્યો છે અને જે કંઈ પણ અમે અત્યાર સુધીના કૅમ્પમાં શીખ્યાં તે બધું જ આ કૅમ્પમાં પ્રેક્ટિકલ થયું અને કૅમ્પ સંપૂર્ણ રીતે હૅન્ડલ કરવાનો અદ્ભુત અનુભવ મળ્યો. ~ હસ્મીતા પરમાર (વડોદરા)

Special Announcement

Registrations for English Special Dream India Camp which is organized at Oasis Valleys from 31st May to 7th June have been started. For further information & registration, please contact Oasis Office/Hiral Patel on +91-265-2321728 or +91-9825149341.

Children's Camps at Oasis Valleys - Photo News

Students of Pipaldahad (Dangs) learn to be courageous
& compassionate in Life Camp

In above photo-collage, (Top left) facilitator Praksha Desai in dialogue with Students, (Top right) Students sharing & writing their learnings, (Bottom left) Preparing for a debate & (Bottom right) Group of Joyful Children.

44 students of Primary School, Pipaldahad, Tal. Ahwa, Dist. Dangs, participated in Life Camp organized at Oasis Valleys from 12th to 14th March.

Crux of reflections from students:

શિબિરમાં અમને બધું જ ગમ્યું, પણ સૌથી વધુ પ્રક્ષાદીદી ભણાવે તે ગમ્યું. અે અમને સમજણ ના પડે તો દિલથી સમજાવતાં. જો આગળ અમે ભણીશું તો અમને પ્રક્ષાદીદી જેવું ભણાવતા હોય એવા શિક્ષક મળવા જોઈએ. ઍક્ટિવિટીમાં મને બધું જ ગમ્યું. ખાસ કરીને મને જેરીની સ્ટોરી બહુ ગમી. તેમાંથી અમને શીખવા મળ્યું કે આપણે બહાદુર બનવું જોઈએ. ~ પ્રશાંત પવાર

શિબિરમાં મને સૌથી વધુ 'ઇકબાલ' મૂવી ગમ્યું. લોકોની મદદ કરવાનું શીખ્યા. શિક્ષક બનીને હું લોકોની મદદ કરીશ અને કોઈ માણસ દુઃખી થાય તો તેની મદદ કરીશ. ~ નિર્મળા રાઠોડ

કુદરતને માણવાનો અનુભવ ખૂબ જ સરસ રહ્યો, કેમ કે જેવાં વૃક્ષો ડાંગમાં નથી તેવાં વૃક્ષો અહીં છે. અહીંનું વાતાવરણ ખૂબ જ સારું છે. ~ જાગૃતિ ગાવિત

Bhadarpada Students experience Life Camp:

Learn to dream & achieve their goals

In above photo-collage, (Top left) facilitator Praksha Desai explaining to the student, (Top right) Discussion at Camp-fire site, (Bottom) The happy group with their facilitator.

Life Camp for 44 students of Primary School, Bhadarpada, Tal. Ahwa, Dist. Dangs, was organized at Oasis Valleys from 15th to 17th March.

Crux of reflections from students:

શિબિરમાં આત્મવિશ્વાસની વાત ખૂબ જ સ્પર્શી ગઈ, કેમ કે પહેલાં પોતાના પર વિશ્વાસ હોય તો આગળ વધી શકાય. શિબિરમાં શીખેલી બધી જ બાબત અમને જીવનમાં ખૂબ કામ આવશે. કુદરતને માણવાનો અનુભવ શ્રેષ્ઠ રહ્યો. ~ કંજના ગાવિત

શિબિરમાં અમને સપનું કેવી રીતે જોવું અને પૂરું કરવું એ બાબત ખૂબ જ સ્પર્શી ગઈ. કારણ કે અમે જીવનમાં કંઈક બનવા માગીએ છીએ. આ શિબિરમાં અમને શીખવા મળ્યું કે ઇકબાલ જેવી મહેનત કરવાથી બધું જ મળે છે. ~ અમિષા વાઘમારે

શિબિરમાં મને આ વાત સૌથી વધુ સ્પર્શી ગઈ કે આપણે કોની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ અને બીજાને તકલીફ ન પડવી જોઈએ. અમે શીખેલી બાબતો જેમ કે સાચું બોલવું, હિંમત રાખવી, મહેનત કરવી વગેરે અમને ઉપયોગી થશે. ~ યોગેશ પાડવી

અમારા પ્રક્ષાદીદીએ અમને એવું શિખવાડ્યું કે અમારા શિક્ષકે પણ નથી શિખવાડ્યું. હું શીખ્યો કે ક્યારેય ડરવું નહીં. એ વિદ્યાર્થીઓને બહુ પ્રેમ કરતાં હતાં તે મને બહુ ગમ્યું. ~ સંદીપ પવાર

  Team Alive   Alive Archives

  Alkesh Raval

  Hiral Patel

Kshama Kataria

Mayuri Gohil

  Mehul Panchal

  Sanjiv Shah

  Sheeba Nair

  Shrey Shah

To View Alive Archives,
Please   Click here>>>

You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.